કાર અને છકડોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, 5 ઘાયલ 1 નું મોત

By

Published : Jan 7, 2021, 2:38 PM IST

Updated : Jan 7, 2021, 7:04 PM IST

thumbnail
ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકાના ઘાંઘળી રોડ પર વહેલી કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલી ગંભીર રીતે થયો કે, છકડો રીક્ષામાં બેઠેલ 5 થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. રોડ પર અકસ્માત સર્જાતા લોકો એકત્રિત થઇ ગયા અને ઘાયલ લોકોને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સ્મિત ઘનશ્યામભાઈ પરમારનામના યુવાનનું મોત નિપજ્યું હતુ. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Last Updated : Jan 7, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.