ETV BHARAT Exclusive: યોગાભ્યાસ-9 નિયમિત પ્રાણાયમ કરશો તો ભયથી મુક્ત થશો- સ્વામી અધ્યાત્માનંદજી - નિયમિત પ્રાણાયમ કરશો તો ભયથી મુક્ત થશો
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોના ભગાવો અને રોગ પ્રતિકારક શક્તિ વધારોનાં સુત્રને સાર્થક કરવા માટેનાં પ્રયાસોમાં ઈટીવી ભારત યોગાભ્યાસ દ્વારા સહભાગી થયું છે. છેલ્લા આઠ દિવસથી દરરોજ યોગાભ્યાસનો એપિસોડ આપી રહ્યાં છીએ. આજે નવમો અને છેલ્લો એપિસોડ અહીં આપ્યો છે. અમદાવાદ શિવાનંદ આશ્રમનાં સ્વામી અધ્યાત્માનંદજીનાં સહકારથી જ આ શક્ય બન્યું છે. યોગાભ્યાસને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ- વિદેશમાંથી પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. લોકડાઉન દરમિયાન જ નહી યોગાભ્યાસ જીવનભર ઉપયોગી હોવાનાં પ્રતિભાવો અમને સાંપડ્યાં છે. Etv Bharatના માધ્યમથી ચાલી રહેલા આ યોગાભ્યાસમાં સ્વામી અધ્યાત્માનંદજીએ પ્રાણાયમ,યોગ-આસનો અને કસરતોની વિગતે માહિતી આપી હતી.