વડતાલધામમાં અધિકમાસમાં અખંડ હરિયાગ સાથે હરિલીલામૃત અને હરિસ્મૃતિની માસિક કથાનું આયોજન - પુરૂષોત્તમ માસ
🎬 Watch Now: Feature Video
ખેડા :અધિકમાસનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ધર્મ,ધ્યાન અને ઈશ્વરની પૂજા કરવાના આ માસને પુરૂષોત્તમ માસ નામ આપવામાં આવ્યું છે. અધિક માસ નિમિત્તે યાત્રાધામ વડતાલ ખાતે અખંડ હરિયાગ સાથે હરિલીલામૃત અને હરિસ્મૃતિની માસિક કથા ચાલી રહી છે. જેમાં 12 ભુદેવો પ્રતિદિન શ્રીજનમંગલ સ્તોત્ર દ્વારા હોમ આહુતિ આપવા સાથે કોરોના આદિક મહામારીથી રક્ષાની પ્રાર્થના કરી રહ્યા છે. રોજ સવારે 8-00 થી 12-30 અને બપોર પછી 2-00 થી 6-30 આહુતિઓ આપવામાં આવે છે. આ હરિયોગ 30 દિવસ સુધી ચાલશે અને યજમાનો તેનો લાભ લેશે. આ સાથે કોરોનાના કારણે વડતાલ મંદિરની યુટ્યુબ ચેનલ પર અ.નિ.સદગુરુ સ્વામી કૃષ્ણજીવનદાસજી અથાણાવાળાની પુણ્યસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત શ્રી હરિસ્મૃતિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.