આજે 'વિશ્વ સોશિયલ મીડિયા ડે' નિમિત્તે સોશિયલ મીડિયા ગ્રુપ ઓપરેટર્સ સાથે કરાઇ મુલાકાત - Gujarati News
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ દિનપ્રતિદિન સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે. શરૂઆતમાં Mainstream જર્નાલિઝમમાં જે સમાચારને સ્થાન ન મળે તેનો પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા મારફતે કરવામા આવતો હતો. હાલ પણ કેટલાય એવા સમાચારો જે ટીવી તથા ન્યૂઝપેપરમાં ન આવ્યા હોય તે ઘટનાઓ સોશિયલ મીડિયા મારફતે જાણવા મળે છે. આજે વિશ્વ સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવી રહ્યો છે. અરવલ્લી તેમજ મોડાસામાં કેટલાય સોશિયલ મીડિયા ગ્રુપો સક્રિય છે. જેના થકી તેઓ લોકોને પોતાના વિચાર રજુ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. આવા જ કેટલાક મોડાસાના પ્રચલિત સોશિયલ મીડિયા ગ્રુપ ઓપરેટરો સાથે મુલાકાત કરવામાં આવી હતી.