વિશ્વ અંગદાન દિવસે વિદ્યાર્થીઓને અંગદાન અંગે પ્રેરણા અપાઇ - etv bharat
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ જીવન ઈશ્વરની અમૂલ્ય ભેટ છે અને આશરે 1.3 અબજની વસતી સાથે ભારત દુનિયામાં મેનપાવર ધરાવતો બીજો સૌથી મોટો દેશ છે. આપણા દેશમાં દર વર્ષે અંગ પ્રત્યારોપણ માટે અંગો ન મળવાથી 5 લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે. આ ચક્રને તોડવા માટે અપોલો હોસ્પિટલ અને વિમેન્સ ડોક્ટર્સ વિંગ ઓફ ઈન્ડીયન મેડીકલ એસોસિએશનએ સમાજમાં અંગદાન વિષે જાગૃતિ લઇ આવવા માટે જોડાણ કર્યું છે અને શહેરના યુવાનોમાં આ અંગે જાગૃતિ આવે તે માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ લેક્ચર રાખવામાં આવ્યો હતો. જેમા મોના દેસાઈ જણાવ્યું હતું કે, અંગોની ઉણપને કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે અને આ મૃત્યુઓ ટાળી શકાય છે. સામાન્ય રીતે ગુજરાત અંગ દાનમાં મોખરે હતું. પરંતુ, છેલ્લા થોડા વર્ષોમાં તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને હાલમાં રાષ્ટ્રીય સ્તરે અંગદાનમાં રાજ્ય પાંચમું સ્થાન ધરાવે છે.