વડોદરામાં વરસાદ આવતા જ કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાનુ શરૂ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં આવેલી નંદેસરી GIDC, પાનોલી ઈન્ટરમિડીએટ પ્રા.લીમિટેડ કંપનીના પાછળના ભાગમાં એક નાળામાં કેમિકલ વાળુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. જ્યારે જ્યારે વરસાદ આવે છે, ત્યારે ઉદ્યોગોને વેસ્ટ કેમિકલ્સ વરસાદી પાણીમાં છોડવાનો મોકો મળી જાય છે.આ દુષિત પાણી મહીસાગર નદીમાં ભળે છે અને નદી પણ દૂષિત થાય છે. જેને લઈ જળચર પ્રાણીઓ તથા અનેક લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વારંવાર આવી કંપનીઓ વિરુદ્ધ જીપીસીબીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હપ્તાબાજીને કારણે જીપીસીબી દ્વારા આવી કંપનીઓને છૂટો દોર આપી દેવામાં આવે છે.