Water Ground Report: છીરી ગામના બોરમાં નીકળે છે કેમિકલયુક્ત પાણી... - gujarati news
🎬 Watch Now: Feature Video
છીરી/વાપી: વાપી તાલુકાનું અને વલસાડ જિલ્લાનું સૌથી મોટું રેવન્યુ ધરાવતું ગામ હોય તો તે છીરી ગામ છે. પાણીની સમસ્યામાં પણ તે સૌથી મોટી સમસ્યા ધરાવતું ગામ છે. છીરી અને છરવાડા ગામ પણ બલિઠા ગામની માફક વર્ષોથી પાણીની સમસ્યા ભોગવી રહ્યું છે. હાલત એટલી કફોડી છે કે, બોરમાં પાણી નીકળે તો છે પણ કેમિકલ યુક્ત અને ગંદુ. જ્યારે GIDC નોટિફાઇડનું પાણી પૂરતું મળતું નથી. છીરી અને છરવાડા ગામમાં હાલ આ ઉનાળામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.