ગાંધીનગરની ઉનાવા બેઠક પેટા ચૂંટણી પર મતદાન યોજાયું - Unava seat of the Gandhinagar taluka panchayat.
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : તાલુકા પંચાયતની 36 બેઠક માટે દોઢ વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસની 18 બેઠક, ભાજપને 15 બેઠક અને 3 અપક્ષો મેદાન મારી ગયા હતાં. બહુમતી કોંગ્રેસની હોવા છતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ હાલમાં સત્તા સ્થાન ઉપર બેઠા છે, ત્યારે ઉનાવા બેઠકના વિજય થયેલા ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભીનું હૃદયરોગના હુમલાના કારણે મોત થતા આ બેઠક ખાલી પડી હતી. જેને લઇને મતદાન યોજાયું હતું. ઉનાવા બેઠક ઉપર કુલ 9560 મતદારો નોંધાયા છે. જેમાં 4905 પુરુષ અને 4654 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.