રાજકોટ: ગોંડલ તાલુકાના કોલીથડ ગામના વેપારીઓ દ્વારા 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન - voluntary lockdown
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોંડલ તાલુકાનું કોલીથડ ગામ કે, જ્યાં 4000ની વસ્તી છે. 8 દિવસમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હડમતાળા, લુણીવાવ, બેટાવડ અને ગરનાળાના લોકો કોલીથડ ગામ ખાતે શાકભાજી લેવા આવે છે. જે કારણે કોરોના સંક્રમણ રોકવા કોલીથડ ગામના વેપારીઓ દ્વારા 5 દિવસ સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ નિર્ણયને કોલીથડના સરપંચે પણ આવકર્યો છે. કોલીથડ ગામમાં શુક્રવારથી 5 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.