અંબાજીમા નગરયાત્રા કાઢીને વિજ્યાદશમીની ઉજવણી - festival celebration in ambaji
🎬 Watch Now: Feature Video
અંબાજી: દેશભરમાં મંગળવારે દશેરાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ભગવાન શ્રીરામ હનુમાનજી, રાવણ જેવાં અનેક પાત્રોની વેશભુષામા વિશાળ શોભાયાત્રા અંબાજી શહેરની નગરયાત્રાએ નિકળી હતી. આ યાત્રા જી.એમ.ડી.સી ના મેદાનમાં ઉભા કરાયેલાં 40 ફુટ ઉંચા રાવણનાં પુતળાનુ દહન કરવાં પહોંચી હતી. જી.એમ.ડી.સી મેદાન ખાતે હનુમાન અને રાવણ નાં પાત્રો વચ્ચે યુધ્ધનાં દ્રષ્યો રજૂ કરવામા આવ્યા હતા. રાવણનાં પુતળાનું દહન કરી વિજ્યાદશમીની ઉજવણી કરવામા આવી હતી. જેમાં અંબાજી સહીત આજુબાજુનાં ગામડાંઓમાંથી આદીવાસી લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.