વાવાઝોડામાં જંગલનો રાજા સલામત: વાવાઝોડા બાદ 10 સિહોનો વિડીયો વાઇરલ - tauktae
🎬 Watch Now: Feature Video
તૌકતે વાવાઝોડાના નુક્સાન બાદ પણ ગુજરાતની શાન એવા સિંહો હેમખેમ જોવા મળ્યા હતા. તૌકતે વાવાઝોડાના કારણે સિંહના રહેઠાણ એવા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. પરંતું એશિયાટિક લાયનને કોઈ નુક્સાન થયું નથી, એવો દાવો ગઈકાલે જ વનવિભાગે કર્યો હતો. વનવિભાગના દાવા બાદ એક વીડિયો પણ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો હતો. જેમાં આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનું એક ટોળું પુલ પર વહેતા પાણીમાંથી પસાર થઈ રહ્યું છે.