પાટણ જિલ્લાના 521 ગામમાંથી જવાનો માટે વિજય સૂત્ર એકઠા કરવામાં આવ્યાં - પાટણ જિલ્લામાંથી જવાનને રાખડી મોકલવામાં આવી
🎬 Watch Now: Feature Video
પાટણ: આગામી 03 ઓગષ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા માટે રાત-દિવસ ફરજ બજાવતા વિર સૈનિકોને રક્ષાસૂત્ર અર્પણ કરવા અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત ‘પહેલી રાખી દેશ કી’ની ભાવના સાથે રાજ્યના 18,300થી વધુ ગામોની બહેનો પાસેથી રાખડીઓ એકઠી કરી સેનાના જવાનોને અર્પણ કરવામાં આવશે. જે અનુસંધાને પાટણ શહેર સહિત જિલ્લાના 09 તાલુકાના 521 ગામોની બહેનો દ્વારા વિજયસૂત્ર તૈયાર કરવામાં આવ્યાં છે. જે સ્વામી વિવેકાનંદ યુવા મંડળ, પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ સહિત ભાજપના આગેવનોએ કલેક્ટરને સુપ્રત કર્યું હતું.