1999માં 17 ગોળીઓનો ભોગ બનનાર યોગેન્દ્રસિંહ યાદવ સાથે વિજયદીન ઉજવાયો
ભાવનગરઃ 1999માં પાકિસ્તાન સામે જંગમાં 17 ગોળીઓનો ભોગ બનનાર યોગેન્દ્રસિંહ યાદવ સાથે પોલીસ અને સામાજિક સંસ્થાઓએ વિજયદીનની ઉજવણી કરી હતી. યોગેન્દ્રસિંહ યાદવ 1999માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં 17 ગોળીના શિકાર બન્યા હતા અને 8 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરીને પોતાની જગ્યાને છોડ્યા વગર 48 કલાક પાણી અને ભોજન કે સારવાર વગર મોત સામે ઝઝૂમ્યાં હતા. તેમને આર્મીને તે સમયમાં જાણ કરીને પરિસ્થિતિ વાકેફ કરીને પોતાની રાષ્ટ્રભક્તિને સાબીત કરી હતી.