ઉપલેટાનો વેણુ-2 ડેમ ઓવરફલો, 17 દરવાજા 8 ફૂટ ખોલાયા - વેણુ ડેમ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ઉપલેટા તાલુકાનો વેણુ-2 ડેમ ઓવરફલો થયો હતો. ઉપલેટા તાલુકાનાં ગધેથડ આશ્રમની બાજુમાં આવેલા વેણુ-2 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ડેમ ઓવરફલો થતાં 20 દરવાજામાંથી 17 દરવાજા 8 ફુટ ખોલવામાં આવ્યાં હતાં. તેમજ નીચાણવાળાં વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતાં. વેણુ-2 ડેમને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં.