અમદાવાદમાં જોવા મળ્યું વનિયર પ્રકારનું પ્રાણી - news tody
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલમાં સૌથી વધારે સાપ જોવા મળતા હોય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે બીજા અનેક પ્રાણીઓ પણ જોવા મળે છે. ત્યારે અમદાવામાં શહેરમાં વન્યજીવ વનિયર જેવું પ્રાણી દેખાતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. ગભરાયેલા લોકોએ તાત્કાલિક જંગલ ખાતાને આ વિશે માહિતી આપી હતી. જીવદયા સંસ્થાને પણ આ બાબતે જાણ કરતા જીવદયા ટ્રસ્ટના કાર્યકરોએ ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે આ પ્રાણીને પકડી સુરક્ષિત સ્થળે ખસેડ્યું હતું.