વડોદરા: વલ્લભાચાર્ય ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને શિક્ષણ સહાય અને ગરીબ પરિવાર, વિધવા બહેનોને અન્નદાન કરાયું - families
🎬 Watch Now: Feature Video
વડોદરા : વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત વલ્લભાચાર્ય ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર છ મહિને બાળકોને શિક્ષણ સહાય તેમજ ગરીબ પરિવારો અને વિધવા બહેનોને અન્ન દાન કરવામાં આવે છે. યુવા જાગૃતિ અર્થે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વધાનમાં માંજલપુર, આધ્યાત્મિક સંકુલ વ્રજધામમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની પ્રેરણાથી પવિત્ર પુરૂષોત્તમ માસમાં સોમોવારના રોજ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં 60 બાળકોને શિક્ષણ સહાય તથા 20 ગરીબ પરિવારો અને વિધવા બહેનોને અન્ન દાન કરવામાં આવ્યું હતું.