વડોદરામાં સીએમના આગમન પૂર્વે સંજયનગરના રહીશોનો એરપોર્ટ પાસે કાળા વાવટા ફરકાવી વિરોધ - Sayaji Hospital latest news
🎬 Watch Now: Feature Video
વડોદરા: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા શહેરમાં વધતા જતાં કોરોનાના કેસોને લઈને શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સારવારની જાણકારી મેળવવા માટે વડોદરા આવી રહ્યા હતા. તે દરમિયાન સંજયનગરના રહીશોને આવાસો ફાળવવામાં નથી આવ્યા. જેને લઈને તેઓ હરણી એરપોર્ટ પાસે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રગટ કરવાના હતા. પરંતુ મુખ્યપ્રધાનના આગમન પૂર્વે શહેર પોલીસે સંજયનગરના રહીશોની અટકાયત કરી હતી. બાદમાં મુખ્યપ્રધાનનો કાફલો એરપોર્ટ પરથી વાહન માર્ગે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.