વડોદરાના પાદરા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની અદયક્ષતામાં મીટીંગ યોજાઈ - Vadodara latest news
🎬 Watch Now: Feature Video
વડોદરા: પાદરા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી. જેમાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર સહિત જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢીયાર સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને પાદરા તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ તાલુકા સરપંચો તેમજ તલાટીઓ સહિત વિવિધ વિભાગોમાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના વિકાસમાં કોઈ અગવડતા ન પડે તેમજ પ્રજાના કામોમાં મુશ્કેલીઓ ન પડે તે માટે સો પ્રથમવાર સંયુક્ત મીટીંગ યોજાઈ હતી. પાદરા તાલુકામાં ચોમાસાના અતિવૃષ્ટિમાં પાકને ભારે નુકશાન થવા થયું છે. ત્યારે તે અંગેના વળતરના ફૉર્મ ભરવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે ધારાસભ્યએ સૂચનો આપ્યા હતા.