વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવાના નિર્ણયને કામદારોએ વધાવ્યો - Vadodara municipal
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મહાનગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવાના નિર્ણયને કામદારોએ વધાવી સફાઈ કામદાર સંઘર્ષ સમિતિએ મેયર,ડેપ્યુટી મેયર,અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો આભાર માન્યો હતો. સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ કામદારોને કાયમી કરવા માટે કરાયેલા આંદોલનને પગલે પાલિકાએ સકારાત્મક અભિગમ રાખી 1254 જેટલા કામદારોને રોજમદાર કરવાની માંગણી સંતોષવામાં આવતાં મંગળવારના રોજ અગ્રણી મહેશ સોલંકી,જગદીશ સોલંકીની આગેવાનીમાં સફાઈ કામદારો પાલિકાની વડી કચેરીએ ખાતે આવી પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે પાલિકા સંકુલમાં કામદાર તરફી નિર્ણયને વધાવ્યો હતો. વડોદરાના પ્રથમ નાગરિક એવાં મેયર ડો,જીગીષાબેન શેઠ,ડેપ્યુટી મેયર ડો,જીવરાજ ચૌહાણ,ચેરમેન સતીષ પટેલ,સહિત શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી અભિવાદન કરી આભાર માન્યો હતો.