વડોદરાની ખાનગી શાળાએ વિદ્યાર્થીઓની ફી બાકી હોવાથી હોલ ટીકીટ ન આપી, કોંગ્રેસે કર્યો વિરોધ - hall ticket
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ અને યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ કુલદીપ વાઘેલાની આગેવાનીમાં કાર્યકરોએ કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોચી શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી કે ગોત્રી વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના કારણે તેઓ હોલ ટીકીટ આપવાની ના પાડે છે. જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.તદુપરાંત શાળાઓમાં આર.ટી.ઈ.પ્રક્રિયા હજી શરૂ કરવામાં આવી નથી.તેથી આર.ટી.ઈ. ની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ યુથ કોંગ્રેસના પ્રમુખ અસફાક મલેકે કરી હતી.