વડોદરા GEB કર્મચારીઓના સરકાર સામે ધરણા - Gujarat Electricity Board
🎬 Watch Now: Feature Video
વડોદરા: GEB કર્મચારીઓ દ્વારા સાતમું પગાર પંચ, સહિત વિવિધ એલાઉન્સ ટલ્લે ચઢાવતા સરકાર સામે ધરણાં યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર સામે અંદાજે 55 હજાર કર્મચારીઓએ રેસકોર્સ ખાતે આવેલ GEB ઓફિસની બહાર ધરણા યોજી વિરોધ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં GEB કર્મચારીઓ જોડાયા હતાં. આ વિરોધમાં ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ તેમજ અખિલ ગુજરાત વિધુત કામદાર અને GEB એન્જીનિયરીગ એસોસિએશન જોડાયા હતાં અને પોતાની પ્રાથમિક માગોને લઈને ધરણા યોજવામાં આવ્યા હતાં.