ETV Bharat / state

અનામત મુદ્દે ભાજપ પ્રદેશ મંત્રીના નિવેદનથી મામલો ગરમાયો, લોકોએ કાર્યવાહીની માંગ કરી - BJP LEADER CONTROVERSIAL STATEMENT

બનાસકાંઠાના ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ 26મી જાન્યુઆરીના અનામત મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

અનામત મુદ્દે ભાજપ પ્રદેશ મંત્રીના નિવેદનથી મામલો ગરમાયો
અનામત મુદ્દે ભાજપ પ્રદેશ મંત્રીના નિવેદનથી મામલો ગરમાયો (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 9:56 AM IST

Updated : Jan 29, 2025, 12:13 PM IST

બનાસકાંઠા: જિલ્લાના ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અનામત મુદ્દે 26મી જાન્યુઆરીના અનામત મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમણે જણાવ્યું હતું કે, અનામત માથાનો દુખાવો છે. જોકે, તેવા નિવેદનને લઈને ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને ભાભર મામલતદારને SC અને OBCના લોકોએ આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

ભાજપ મહિલા નેતાના નિવેદનથી વિવાદ: બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી તુષ્ટિકરણ અને વોટબેંકના કારણે અનામત દૂર કરી શક્યા નથી. તેઓએ અનામતને માથાના દુઃખાવા સમાન ગણાવ્યો હતો. નૌકાબેન પ્રજાપતિ એ જાહેર મંચ પરથી આપેલા નિવેદનનો મુદ્દો ગરમાયો છે. જો કે, અનામતના નિવેદનથી ભાભર તાલુકાના SC અને OBC સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એકત્રિત થઈને નારેબાજી કરી, નૌકાબેન પ્રજાપતિના રાજીનામાની માંગ કરી હતી. મામલતદાર કચેરી એ જઈ આવેદનપત્ર આપી અને પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાર્યવાહી નહીં કરવામાં આવે, તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

અનામત મુદ્દે ભાજપ પ્રદેશ મંત્રીના નિવેદનથી મામલો ગરમાયો (ETV BHARAT GUJARAT)

સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી: ભાભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાજપના મહિલા નેતાએ નિવેદન આપ્યું હતું કે. આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે. પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, તૃષ્ટિકરણની નીતિ અને વોટબેંકની રાજનીતિના કારણે આજે આપણે અનામત હટાવી શક્યા નથી. જોકે અનામત વિરોધ કરેલ નિવેદનને લઈને ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયું હતું. અનામત મામલાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, OBC અને SC સમાજના ઉત્થાન માટે અનામત આપવામાં આવ્યું છે. વસ્તી ગણતરીના આધારે બજેટ આપવામાં આવે, તેવી અનેકવાર વિપક્ષોએ પણ માંગ કરી છે. ત્યારે આ નિવેદન વ્યક્તિગત રીતે દુઃખદ કહેવાય. જો કે, એમને માફી પણ માંગી છે. સરકાર પાસે હક અને માંગણી કરતા હોય તે સમય આવા નિવેદનો મારા માટે વ્યક્તિગત રીતે દુઃખદ ગણાય છે.

આ પણ વાંચો:

  1. 'લો સાહેબ આ અરજીઓ અમારે નથી જવું થરાદ', ધાનેરાવાસીઓએ કલેક્ટરને સોંપ્યો વાંધા અરજીઓનો થપ્પો
  2. રાજ્યમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી: ગુજરાત તિરંગા રંગે રંગાયુ, રાષ્ટ્રભક્તિથી તરબોળ થઈ જનતા

Last Updated : Jan 29, 2025, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.