વિરપુર: સુફી સંત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હા દરગાહ પર ઉર્સનો પ્રારંભ - Mahisagar latest news
🎬 Watch Now: Feature Video
મહીસાગર: જિલ્લાના વિરપુર મુકામે કોમી એકતાની જીવંત મિશાલ ધરાવતા અને ગુજરાત તેમજ સમગ્ર ભારત અને દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા સુફી સંત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાના 500માં ઉર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના શ્રદ્ઘાળુઓ દરગાહ શરીફ ઉપર ઉમટી પડ્યા હતા. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમગ્ર દરગાહ શરીફ ઉપર આવતા શ્રદ્ઘાળુઓને 2 ટાઈમ જમવાનું ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે ચંદનની રસ્મ ઈસ્લામિક વાતાવરણમાં કરવામાં આવશે.