રાજકોટમાં NDRFની 2 ટીમ આવી પહોંચી, લોકોને કરશે જાગૃત - Rajkot news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાઇરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ કોરોનાનો એક કેસ પોઝિટિવ જોવા મળ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજકોટમાં NDRFની ટીમ પણ આવી પહોંચી છે. આ NDRF ટીમ દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારમાં ફરીને લોકોને જાગૃત કરવામાં આવશે. અગાઉ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં પણ આ ટીમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા, ત્યારે ખાસ રાજકોટમાં પણ લોકો કોરોના વાઇરસ સામે વધુમાં વધુ જાગૃત થાય તે માટે તંત્ર દ્વારા NDRFની પણ મદદ લેવામાં આવી રહી છે.
Last Updated : Mar 21, 2020, 4:47 PM IST