રાજકોટના તરઘડી ગામ નજીક બે વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત - રાજકોટ શહેર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરના તરઘડી ગામ નજીક માર્ગ અકસ્માત બે વિદ્યાર્થીઓના મોત થયા છે. બન્ને વિદ્યાર્થીઓ કોલેજથી પરત ફરી રહ્યા હતા ત્યારે તરઘડી ગામ નજીક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. જે દરમિયાન બન્ને વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થીઓ મૂળ ધ્રોલ ગામના છે જેમાં એકનું નામ શક્તિસિંહ જાડેજા અને બીજાનું નામ લકીરાજસિંહ ઝાલા છે. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ યુવાન પુત્રોના મોત થતા પરિજનોમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે.