છોટાઉદેપુરમાં બોડેલીના વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત, ઘરે પરત ફર્યા - કોરોના વાયરસ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ જિલ્લામાં કુલ 14 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાંથી મંગળવારે બોડેલીના યુગલ અહેમદ ખત્રી અને હનાન ખત્રીએ કોરોનાને માત આપી છે. બોડેલીના યુવાન મોહસીન ખત્રી સંક્રમિત થતા તેના ભાઈ અને ભાભી સંક્રમિત થયા હતા. જેમાં મોહસીનને પાંચ દિવસ પહેલા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 કેર ખાતેથી રજા અપાઈ હતી. ત્યારબાદ મંગળવારે સવારે તેના ભાઈ અને ભાભીને રજા અપાઈ છે. ડોક્ટરો અને કોરોના યોદ્ધાઓએ તાળીઓ વગાડીને તેમને વિદાય આપી હતી. તેમજ બોડેલી ખાતે બપોરે ઘરે પહોંચ્યા ત્યારે લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી 76 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં હવે 09 દર્દીઓ સારવાર હેઠળ છે. 05 દર્દીઓ સાજા થતા રજા આપાઈ છે. આ માહિતી જિલ્લા કલેકટર સુજલકુમાર મયાત્રા દ્વારા અપાઈ છે.