ટ્રકને આંતરી 6 અજાણ્યા શખ્સોએ ચલાવી લૂંટ, થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો - banaskantha
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ જિલ્લાના લાખણી તાલુકાના પેપરાળ ગામ પાસે રોબરીની ઘટના સામે આવી હતી. જેમાં રાજસ્થાનથી જીરું ભરી ઊંઝા તરફ જઈ રહેલી ટ્રકને લાખણીના પેપરાળ ગામ પાસે 6 અજાણ્યા શખ્સો ગાડી લઈ આવી ટ્રક ચાલક પર પથ્થર અને પટ્ટા વડે હુમલો કર્યા હતો અને તેમની પાસે રહેલા 30 હજાર રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બાજુમાં આવેલા કારસ્થાન હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ આ સમગ્ર ઘટનાની જાણ ટ્રક ચાલકે થરાદ પોલીસ મથકમાં કરતા હાલ થરાદ પોલીસે અજાણ્યા 6 શખ્સો વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.