અમરેલી જિલ્લાના શેત્રુંજી ડિવિઝનના ટ્રેકરો હડતાળ પર ઉતર્યા - શેત્રુંજીના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
અમરેલી: શેત્રુંજી ડિવિઝનના ટ્રેકરો ગુરુવારથી હડતાળ પર ઉતર્યા છે. દરરોજ સિંહોના લોકેશન અને રેસ્ક્યૂ કરનારા ટ્રેકરો હવેથી કામગીરી કરશે નહીં. કારણ કે, અત્યાર સુધી લાઈન કન્ઝર્વેશન સોસાયટીમાં તમામ ટ્રેકરોનો સમાવેશ થતો હતો, પરંતુ હવેથી આઉટ સોરસિંગ એજન્સીમાં ટ્રેકરોને લેવાના નિર્ણય સામે ટ્રેકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ ટ્રેકરોના કરાર નથી થયા ઉપરાંત 4 માસથી પગાર પણ કરવામાં આવ્યો નથી. જેથી ટ્રેકરોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. હડતાળ પર ઉતરેલા ટ્રેકરોમાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, લીલીયા, સહિત વિસ્તારની રેન્જના ટ્રેકરો સામેલ છે.