ડેસર તાલુકામાંથી પસાર થતી મહીનદીના બ્રીજનો વાહનવ્યવહાર બંધ કરાયો - વડોદરા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાનો ડેસર તાલુકા અને ખેડા જિલ્લાને જોડતો મહી નદીનો ગળતેશ્વર બ્રીજ વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયો છે. ઉપરવાસમાં કાડાણા ડેમમાંથી 2.54 લાખ ક્યુસેક પાણી છોડવાના પગલે અગમચેતીના ભાગરૂપે આ બ્રીજને બંધ કરાયો છે.