જૂનાગઢ ગયેલા અમદાવાદના પ્રવાસીઓએ કર્ફ્યુને આપ્યું સમર્થન - news updates of junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ અમદાવાદમાં શુક્રવાર રાત્રીથી સોમવાર સુધી કર્ફ્યુનો અમલ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ અને ખાસ કરીને ગિરનાર રોપ-વેમાં આવેલા પ્રવાસીઓ દ્વારા કર્ફ્યુને પગલે તેમના પ્રતિભાવો આપ્યા હતા. અમદાવાદના પ્રવાસીઓ કર્ફ્યુને યોગ્ય ગણાવીને સરકાર દ્વારા કોરોના સંક્રમણ પર કાબૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. તંત્રના આ નિર્ણયને સમર્થન પણ આપ્યું હતું. જૂનાગઢ આવેલા યાત્રિકો હજુ બે-ત્રણ દિવસ જૂનાગઢ રોકાયને પરત અમદાવાદ ફરે તેવી શક્યતાઓ છે.