પોરબંદર જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી મુક્ત કરાયા - ભાવસિંહજી હોસ્પીટલ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લા સાથે શહેરમાં પણ દિવસેને-દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે તેની સામે કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓની સારવાર પણ કરવામાં આવે છે અને જેમાં શુક્રવારના રોજ બે દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 34 દર્દીઓ મુક્ત કરવામાં આવ્યા છે. આ દર્દીઓને કોવિડ-19 હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા અને તેમનું સેમ્પલ લેવામાં આવેલ હતું. જેનું પરિણામ પોઝિટિવ આવતા તેમને કોવિડ-19ની ભાવસિંહજી હોસ્પીટલ ખાતેના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા હતા. જે 10 દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયેલ હતા, તેમને શુક્રવારે સાંજે 5 વાગ્યે હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી છે. શુક્રવારના રોજ પોરબંદરમાં 5 નવા કેસ આવતા કોરોના પોઝિટિવની સંખ્યા 48 થઈ છે અને આઇસોલેશન વિભાગમાં દાખલ દર્દીઓની સંખ્યા 24 છે.