ભરુચમા માધ્યમ સિંચાઈ યોજનાના ત્રણ ડેમ ઓવરફલો - માધ્યમ સિંચાઈ યોજના
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જીલ્લા તેમજ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ત્યારે, ભરૂચના નેત્રંગ પંથકમાં આવેલ મધ્યમ સિંચાઈ યોજનાના બલદવા,પીંગોટ અને ધોળી ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતા ત્રણેય ડેમ ઓવરફલો થયા છે. જેમાં બલદવા ડેમ 0.45 મીટર, પીન્ગોટ ડેમ 0.35 મીટર અને ધોળી ડેમ 0.20 મીટરથી ઓવરફલો થઇ રહ્યો છે. આ ત્રણેય ડેમ ઓવરફલો થતા ટોકરી નદી કિનારાના 12 ગામો અને કીમ નદી કિનારાના 10 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મધ્યમ સિંચાઈ યોજનના ત્રણેય ડેમ ઓવરફલો થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.