જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં હજારો માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં નારાજગી - Junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: નરસિંહ મહેતા સરોવરમાં અચાનક હજારો મીઠાપાણીની માછલીઓના મોત થતા પ્રકૃતિપ્રેમી અને જીવ દયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજૂ સુધી માછલીઓના મોતનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કેટલાક પ્રદૂષકોની હાજરીમાં આ માછલીઓના મોત થયા હશે. એવો પ્રકૃતિપ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરમાં અચાનક હજારો માછલીઓના મોત થતા જીવદયા અને પ્રકૃતિ પ્રેમીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ સરોવરની બહાર જોવા મળી રહી છે. તેને લઈને પ્રકૃતિપ્રેમીઓ ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે, આ માછલીઓના મોત કોઈ ક્રૂડ પ્રદૂષકોની હાજરીને કારણે બન્યા છે. જેને લઇને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેઓ માગ કરી રહ્યાં છે.