ઓફિશિયલ નોકરી પૂર્ણ થઇ હોવા છતાં પણ ફરજ પર હાજર છે આ ડૉક્ટર - મોરબી ન્યુઝ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ મહામારી દરમિયાન મોરબીની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન છેલ્લા એક વર્ષથી અવિરત સેવા આપી રહ્યાં છે અને પોતાની ફરજ પૂર્ણ થઇ ચૂકી હોવા છતાં એક માસથી તેઓ માનવ સેવા આપીને દર્દીની સેવા કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ. મહેન્દ્ર ફેફર છેલ્લા એક વર્ષથી દર્દીની સેવા કરી રહ્યાં છે. ડૉ. મહેન્દ્ર ફેફર દ્વારા જર્મન ટેકનોલોજીથી સૌપ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં જોઈન્ટ (સાંધા) બદલવાનું ઓપરેશન કરાયું હતું. ડૉ. મહેન્દ્ર ફેફર કોન્ટ્રાકટ પદ્ધતિથી સિવિલ હોસ્પિટલમાં જોડાયા હતા. જેનો સમય હાલ પૂર્ણ થઇ ચુક્યો છે. છતાં તેઓ છેલ્લા એક માસથી અવિરત સેવા આપી રહ્યા છે. પોતાની ઓફિશિયલ નોકરી પૂર્ણ થઇ હોવા છતાં તેઓએ એક માસથી OPD નિદાન અને સારવાર ચાલુ રાખી છે અને ડોક્ટર સેવા ભાવનાથી કાર્યરત હોય છે, તે સિદ્ધ કરી બતાવ્યું છે.