સોમનાથમાં ત્રીજા શ્રાવણીયા સોમવારે ભક્તોની પાંખી હાજરી, જુઓ વીડિયો - GIR SOMNATH
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે, ત્યારે આ શ્રાવણ માસ સોમનાથમાં અભૂતપૂર્વ દ્રશ્યો સામે લઈને આવ્યો છે. જે સોમનાથ તીર્થમાં ભૂતકાળમાં શ્રાવણ માસમાં અનેક કિલોમીટર લાંબી કતારો જોવા મળતી હતી. દિન-પ્રતિદિન લાખો યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન કરતા હતા. આજે એના બદલે શ્રાવણીયા સોમવારે પણ ખૂબ ઓછી માત્રામાં લોકો મંદિરે પહોંચી રહ્યાં છે. લોકોને કોરોનાના સંક્રમણના ભયથી સોમનાથ મહાદેવની આરતીમાં પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. જેના કારણે લોકો મંદિર બહારથી જ મહાદેવની આરતીનો નાદ સાંભળીને આરતીનો ભાગ બની રહ્યાં છે. વધુ માટે જુઓ વીડિયો...