અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પાર્ક કરેલી કારમાંથી રૂપિયા 1.20 લાખની ચોરી - Bharuch latest news
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ શેખ પેટ્રોલ પંપ નજીક પાર્ક કરેલ કારમાંથી રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ ભરેલ બેગની ગઠિયાઓ ચીલ ઝડપ કરી ફરાર થતા પોલીસ ફરિયાદ નોધાઇ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ CCTVમાં કેદ થઇ હતી. અંકલેશ્વરના કોસમડી ગામની અંબે ગ્રીન સોસાયટીમાં રહેતા અને કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ ઓલપાડ સુગર ફેકટરીમાં મેનેજીંગ ડિરેક્ટર ફરજ બજાવતા પ્રદિપ ગૌતમ પંડ્યા 17મી ડિસેમ્બરના રોજ પોતાની કાર નંબર G.J-16 B.N.-0189 વાલિયા ચોકડી પાસે તેઓ સંબંધીને મુકવા ગયા હતા. તે દરમિયાન કારમાં મુકેલ સુગર ફેકટરીના હિસાબના રોકડા અને અન્ય રકમ મળી કુલ 1.20 લાખ ભરેલ બેગની અજાણ્યા ગઠિયાઓ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે તપાસ કરતા નજીકમાં લગાવવામાં આવેલ CCTVમાં આ વારદાત કેદ થઈ હતી. જેમાં એક કિશોર કારમાંથી બેગની ઉઠાંતરી કરી ફરાર થતો નજરે પડી રહ્યો છે.