નવી દિલ્હી: ભારતમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) ના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોવિડ -19 જેવા રોગ ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. હકીકતમાં, કોરોના વાયરસ રોગચાળો શરૂ થયાના માત્ર પાંચ વર્ષ પછી, ચીન ફરી એકવાર એક અન્ય વાયરસ સામે લડી રહ્યું છે.
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ સામાન્ય શ્વસન વાયરસ છે જે સામાન્ય રીતે હળવા શરદી જેવા લક્ષણોનું કારણ બને છે. અભ્યાસો દર્શાવે છે કે, તે 1970 ના દાયકાથી મનુષ્યોમાં ફેલાય છે, જોકે વૈજ્ઞાનિકોએ તેને 2001 માં પ્રથમ વખત ઓળખી કાઢ્યો હતો.
આ વાયરસ વિશ્વભરના 4 થી 16 % લોકોમાં તીવ્ર શ્વસન ચેપનું કારણ બને છે. તેના કેસ સામાન્ય રીતે નવેમ્બર અને મે વચ્ચે ટોચ પર હોય છે. જો કે, મોટાભાગના પુખ્ત વયના લોકો તેના સંપર્કમાં આવવાને કારણે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી ચૂક્યા છે. આમ, HMPV સામાન્ય રીતે શિશુઓમાં વધુ ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે જેઓ પ્રથમ વખત તેનો સંપર્ક કરે છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ ચેપ ઝડપથી ફેલાવાની શક્યતાઓ છે.
ભારતમાં HMPV વાયરસ:
સોમવારે ભારતમાં તેના 5 કેસ નોંધાયા છે. કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં પાંચ શિશુઓમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ની પુષ્ટિ થઈ હતી. HMPVના બે કેસ તમિલનાડુમાં, એક ચેન્નાઈમાં અને એક સાલેમમાં નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં HMPV નો બીજો કેસ બે મહિનાના શિશુમાં નોંધાયો છે, જેણે વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. તે જ સમયે, કર્ણાટકમાં આ વાયરસના બે કેસ મળી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
Human Metapneumovirus (HMPV) is not a new virus and has been circulating globally for many years.
— Jagat Prakash Nadda (@JPNadda) January 6, 2025
The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no cause… pic.twitter.com/IN1o5N38dq
શું ભારતને હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે ચિંતા થવી જોઈએ? શું કહે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે, સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, HMPV કોઈ નવો વાયરસ નથી અને દેશમાં કોઈ પણ સામાન્ય શ્વસન વાયરસ પેથોજેન્સમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.
જેપી નડ્ડાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, ચીનમાં HMPV ના તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય મંત્રાલય, દેશની સર્વોચ્ચ આરોગ્ય સંશોધન સંસ્થા ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને અન્ય પડોશી દેશો પણ તેણે મોનીટર કરી રહ્યા છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, "આરોગ્ય નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે HMPV નવો વાયરસ નથી. તેની ઓળખ સૌપ્રથમવાર 2001માં થઈ હતી અને તે ઘણા વર્ષોથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. HMPV શ્વાસ દ્વારા ફેલાય છે. તે તમામ ઉંમરના લોકોને અસર કરે છે." શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં વાયરસ વધુ ફેલાય છે." તેમણે વધુમાં કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પરિસ્થિતિને ધ્યાનમાં લીધી છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ શેર કરશે.
આ પણ વાંચો: