"કર ભલા તો હો ભલા", તંત્ર દ્વારા કરવાનું કામ ગોંડલના યુવાનોએ કર્યું - gujarati news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: તાજેતરમાં ગોંડલ અને મોવિયા વચ્ચેનો મોવિયા રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાય રહ્યા છે. જેમાં અનેક યુવાનોના ભોગ લેવાયા છે. ત્યારે ગોંડલથી મોવિયા - શ્રીનાથગઢ - દેરડી - બગસરા - અમરેલી અપડાઉન કરતા લોકોને હાલાકી ન પડે તેમજ ગંભીર અકસ્માતના ભોગ ન બને તેવા ઉદ્દેશથી ગોંડલના મહાદેવ ગૃપના યુવાનો દ્વારા રોડ પર રેડિયમ સ્ટીકર અને દિશા સૂચક ચિહ્નો લગાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા ગોંડલ ના 2 યુવકોના અકસ્માતને ધ્યાને રાખીને મહાદેવ ગૃપ દ્વારા રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. નવા બનેલા રોડ પર નાના પુલને પણ બાંધવામાં નથી આવ્યા હજુ તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે તેવું ગામ લોકોનું કહેવુ છે.