રાજકોટમાં ધરાશાયી થયેલી ટાંકીનું સમાકામ થયું પૂર્ણ, મેયરે લીધી મુલાકાત - The water tank collapsed in Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આત્મિય કૉલેજ નજીક આવેલી અંદાજિત 40 વર્ષ જૂની પાણીના ટાંકીનો સ્લેબ તાજેતરમાં જ ધરાશાયી થયો હતો. જો કે, સ્લેબ ટાંકીની અંદરથી બાજુએ પડતા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પરંતુ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ હતી. જેની જાણ મનપા કમિશ્નરને થતાં તેમણે મહાનગરપાલિકાને તાત્કાલિક ધોરણે ટાંકીને રીપેરીંગ કરવાની કામગીરી કરવાનો આદેશ કર્યો હતો. હાલ આ ટાંકીનું સમારકામ કામ પૂર્ણ થઈ ગયું છે. જેથી રાજકોટના મેયર બીનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓએ પાણીની ટાંકીનું ચેકીંગ કર્યુ હતું.