અઢી માસ બાદ દ્વારકાધીશનું મંદિર ખુલ્યું, શ્રદ્ધાળુઓએ સાવચેતી સાથે દર્શન કર્યા - Devbhoomi Dwarka district health and police team
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: કોરોના વાઈરસની મહામારીને કારણે અઢી માસથી વધુના સમય બાદ આજે સવારે 6:45 કલાકે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાના સ્થાનિક લોકોએ દર્શન કરી દ્વારકાધીશનો આભાર માન્યો હતો. વહેલી સવારથી જ લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્યની અને પોલીસની ટીમ તમામ જાતની તકેદારીઓ સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે દર્શન કરાવ્યા હતા.
Last Updated : Jun 8, 2020, 10:23 AM IST