કોરોનાનું સંક્રમણ વધે તે પહેલા બહારથી આવતા લોકોને રોકો : આમ આદમી પાર્ટી - કોરોના મહામારી
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ વિશ્વભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. આજે શનિવારે પોરબંદરની એક ખાનગી હોસ્પિટલના તબીબને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેથી શહેરમાં બહારથી આવતા જતા લોકોની અવર-જવર બંધ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધુમાં વધુ ફેલાઈ રહ્યું છે. ત્યારે આ સંક્રમણ પોરબંદર સુધી ધીમે-ધીમે પહોંચી રહ્યું છે. પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધે તે પહેલા તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવે તેમજ પોરબંદરની તમામ બોર્ડર બંધ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીએ કરી છે.