ભરૂચ: નબીપુર અને કરગત ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા - news of bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચ: જિલ્લામાં ગત 4 દિવસથી અવિરત ખાબકેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ તાલુકાના નબીપુર પંથકમાં સતત મેઘમહેર થતાં નબીપુર અને કરગત ગામનાા ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે. આ સાથે જ પંથકમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં હાલ નવા નીર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ભૂખી ખાડીની આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે, જ્યારે ભારે વરસાદને પગલે નબીપુર અને કરગત ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. જેને કારણે બન્ને ગામના લોકો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત ભૂખી ખાડી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે.