નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે: મહિપાલસિંહ ગઢવી - નવી શિક્ષણ નીતિ
🎬 Watch Now: Feature Video
આણંદઃ દેશમાં ૩૪ વર્ષ બાદ લાગૂ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે કેટલી કારગત નિવડશે તથા વિદ્યાર્થી આગેવાન સરકાર પાસે કયા પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે. આ તમામ મુદ્દે NSUIના ગુજરાત રાજ્યના પ્રમુખ મહિપાલસિંહ ગઢવી સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. જેમાં મહિપાલસિંહે જણાવ્યું કે, સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવાની તથા શિક્ષણનું કેન્દ્રીકરણ કરી યુનિવર્સિટીના અસ્તિત્વ પર ખતરો ઉભો થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી હતી. આ સાથે જ તેમણે નવી શિક્ષણ નીતિ માટે સરકારને પૂન:વિચારણા કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થી હિતને ધ્યાને લેતા આગામી દિવસોમાં છાત્ર સત્યાગ્રહ ચળવળનું આંદોલન શરૂ કરવાની ઘોષણા તેમણે કરી હતી.