રાજકોટમાં ફરી રક્તરંજીત, સામાન્ય બાબતમાં થઇ યુવાનની હત્યા - news of rajkot

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 22, 2020, 5:34 AM IST

રાજકોટઃ શહેરના નવાથોરાળા વિસ્તારમાં સામાન્ય બાબતે દલિત યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ધર્મેશ ચાવડા નામના યુવાનની વિસ્તારમાં જ રહેતા મૌલિક પરમાર, રતી પરમાર સહિત 5 જેટલા ઈસમોએ ધોકા અને પાઇપ જેવા ઘાતકી હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક વિગતમાં સામે આવ્યું કે, આરોપીઓ દારૂનું વેંચાણ કરતા હતા અને આ અંગે આરોપીની મૃતક સાથે બબાલ થઈ હતી. જેમાં ધર્મેશ ચાવડા નામના યુવાન પર ઘાતકી હુમલો થતા તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત આરોપી મૌલિકને પણ ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.