સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં રાજ્યપ્રધાને ભાંગરો વાટ્યો, કલમ 370ને 170 ગણાવી દીધી - panchmahal news
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલ્લાના શહેરામાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ દ્વારા ધ્વજવંદ કરવામાં આવ્યું હતું. તેમણે કાશ્મીરમાં 370ની કલમ રદ અંગે સંબોધન કર્યુ ત્યારે તેઓ ભૂલથી 170મી કલમ બોલ્યા હતા. ત્યારે સભામાં શોરબરોર થઈ ગયો હતો. બાદમાં પત્રકારોને બાઈટ આપતી વખતે દેશના વડાપ્રધાનનું નામ સાચુ બોલ્યા પણ ગૃહપ્રધાનનુ નામ ભુલી ગયા હતા. દેશના ગૃહપ્રધાન અમિત શાહ બોલવાને બદલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલને ગૃહપ્રધાન તરીકે સંબોધન કર્યા હતા.