ગાંધી મૂલ્યોને ઉજાગર કરતી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ - જીતુભાઈ વાઘાણી
🎬 Watch Now: Feature Video
ભાવનગર: પાલીતાણાના અયાવેજ ગામેથી સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા આયોજિત ગાંધી 150ને અનુલક્ષીને 150 કિમી લાંબી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 200 જેટલા પદયાત્રી સાથેની આ યાત્રા દરરોજ જીલ્લાના અલગ-અલગ તાલુકામાં 15 કિમી ફરશે. ગાંધીમુલ્યોને ઉજાગર કરતી આ પદયાત્રાનું પ્રસ્થાન ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કરાવ્યું હતું.આ સંકલ્પ યાત્રામાં રાષ્ટ્રીય નેતાઓ, રાજ્યના અને સ્થાનિક નેતાઓ 10 દિવસ આ યાત્રામાં જોડાશે. આ સંકલ્પ યાત્રા દરમિયાન ગાંધી વિચારો પર વિવિધ વક્તાઓ દ્વારા વક્તવ્ય તેમજ ગાંધીજીના 11 મહાવ્રત અને વર્તમાન સમયમાં તેની ઉપયોગીતા પર ગહન ચિંતન અને મનન કરવામાં આવશે. તેમજ ચાય પે ચર્ચા, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો યોજાશે. તેમજ સરકારની વિવિધ યોજના અંગે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.