વડોદરામાં લારી એસોસિએશને ચીન વિરુદ્ધ કર્યો અનોખો વિરોધ - ચાઇનીઝને બદલે હવે સાઇનીઝ
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેને લઈ દેશમાં ચીન વિરુદ્ધ લોક જુવાળ ફાટી નીકળ્યો છે, ત્યારે વડોદરામાં લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ અરવિંદ સિંધાએ ચીનનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં તેને ચાઇનીઝની લારી ચલાવતા લોકોને ચાઇનીઝના બદલે સાઇનીઝ નામ કરવા અંગેની સમજ આપી હતી. જેની શરૂઆત પણ થઇ ગઇ છે. જેમાં નિઝામપુરામાં ચાઇનીઝના લારીધારકે પોતાની લારીનું નામ બદલીને સાઇનીઝ રાખ્યું છે. આ તકે આગામી સમયમાં તમામ લોકો ચાઇનીઝને બદલે સાઇનીઝ નામ રાખી વિરોધ કરશે.