શીતળા સાતમ પર જાણો ગીરસોમનાથના શીતળા મંદિરનો મહિમા - blessings
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: પ્રભાસ પાટણ નજીક હીરણ નદીનાં કિનારા પર શીતળામાંનુ 5 હજાર વર્ષ પ્રાચીન મંદિર આવેલું છે.જ્યાં શ્રદ્ધાળુઓએ નૈવેધ ધરીને માતાના આશીર્વાદ મેળવ્યાં હતા અને ગામઠી મેળાનો પણ આનંદ લીધો હતો. હજારો વર્ષ પહેલાં શીતળાના રોગે અનેક લોકોનો ભોગ લીધો હતો ત્યારે શીતળામાતાનાં આશીર્વાદથી અને લોકોને માતા પર શ્રદ્ધા હોવાથી અનેકનાં રોગોનું નિવારણ આવ્યું હતું, ત્યારથી આ મંદિરે શીતળામાતાનાં દર્શનાર્થે લોકો દર સાતમે ઉમંગભેર આવે છે. અહીં માતાની માનતા પણ માનવામાં આવે છે.હીરણ નદીનાં કિનારા પર ઘટા ટોપ વૃક્ષો વચ્ચે લોકો સહપરિવાર આવી શ્રીફળ અને કુલેરનું નૈવેધ ધરી ધુપ દીપ સાથે આરતી કરી દર્શનનો લાભ લઈ ધન્ય બને છે. કહેવામાં આવે છે કે, સ્કંદપુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે.