પાટણમાં ભારતરત્ન વાજપાઇના જન્મદિવસે ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ કરાયું - પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ
🎬 Watch Now: Feature Video
પાટણ: 25મી ડિસેમ્બરના દિવસને ભારતરત્ન સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિવસને 'સુસાસન દિવસ' તરીકે ઉજવવામા આવે છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 'અટલજી અમર રહો' ના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, હેમંતભાઈ તન્ના, ગૌરવભાઈ મોદી, સુરેશભાઈ પટેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.