વડોદરાઃ પૂર્વ GST કન્સલ્ટન્ટે કંપનીના લોગિન આઈડી અને પાસવર્ડથી કરી 72 લાખની ઉચાપાત કરી - વડોદરામાં 72 લાખની ઉચાપાત
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના કુબેર ભવન ખાતે આવેલા નાયબ રાજ્ય વેરા કમિશરની કચેરી ખાતે મેસર્સ ટેલેન્ટ એનીવેર સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના GST કન્સલ્ટન્ટ અને પટનાની એન્ડ કંપનીના ભાગીદાર દિલીપ પટેલે કંપનીના લોગિન આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી ફાઇલ કરવાના GSTના પત્રકોમાં ખોટા વ્યવહારો દર્શાવી બનાવટી દસ્તાવેજો ઓનલાઈન રજૂ કરી પંજાબ એન્ડ સિંધુ બેન્કમાં ખોટી સહીઓ કરી રૂપિયા 72,16,019 ની છેતરપિંડી કરી નાણાની ઉચાપત કરી છે. જેથી આ અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.